Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ઘટનાસ્થળની લીધી મુલાકાત

Live TV

X
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ઘટનાસ્થળની લીધી મુલાકાત

    રાજકોટ તા. ૨6 મે - ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજકોટ આવીને ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આ ઘટના અંગેની તમામ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ અર્થે તાત્કાલિક "સીટ"નું ગઠન કરી વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જણાવ્યું.  

    દુઃખ વ્યક્ત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની સંવેદના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે છે.  પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી ઘટનાના થોડા સમયમાં જ ગેમ ઝોનના માલિક સહીત જવાબદાર લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે, તેમજ સંલગ્ન અન્ય જવાબદાર લોકોને પણ વહેલી તકે પકડી લેવામાં આવશે. 
     
    તેમને વધુમાં જણાવ્યું હતું કે, આગનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું, અને થોડી મિનિટોમાં જ આગ ચોતરફ પ્રસરી ગઈ હતી. ઘટના બની તેની થોડી મિનિટોમાં જ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. તેમજ બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. દુર્ઘટના માટે જવાબદાર એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply