રાજ્યમાં કાળઝાળ ગરમીમાં નોંધાયો આંશિક ઘટાડો
Live TV
-
રાજ્યમાં કાળઝાળ ગરમીમાં નોંધાયો આંશિક ઘટાડો
ગુજરાતમાં લોકો હાલ આગઝરતી ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં 44.4 અને પાટનગર ગાંધીનગરમાં 44.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ સિવાય બનાસકાંઠાના ડીસામાં 43.3, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તથા વડોદરામાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દાહોદમાં 42.2 ડિગ્રી તથા છોટા ઉદેપુરમાં 41. 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં સૌથી ઓછું તાપમાન 32. 9 ડિગ્રી નોંધાયું હતું. ગરમી અને હિટવેવને પગલે હોસ્પિટલમાં પણ સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે અંબાજીમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળો વચ્ચે ધૂળની ભારે ડમરીઓ ઉડી હતી.
હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ વિભાગના મેદાની વિસ્તારોમાં તેમજ એમ.પીમાં ભીષણ ગરમીની આગાહી કરી છે. હાલમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. પહાડી વિસ્તારોને છોડીને લગભગ બધા જ સ્થળોએ ગરમી 40 ડીગ્રીથી વધુ નોંધાઇ છે. રાજસ્થાનના ફલોદીમાં 50 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે બાડમેર અને જેસલમેરમાં તાપમાન 48 ડીગ્રીથી વધુ રહ્યું હતું. રાજસ્થાન તેમજ આસામના કેટલાક વિસ્તારોમાં ભારે લૂ ફૂકાવાનું ચાલુ રહેશે. હરિયાણા, એમ પી, હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીરમા પણ ભારે ગરમ પવનનો અનુભવ થશે. હવામાન વિભાગે 27 મે ના રોજ ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં ભયંકર હિટ વેવની સંભાવના વ્યક્ત કરી છે.
