Skip to main content
Settings Settings for Dark

ચંદીગઢથી આવેલા વિદ્યાર્થીઓએ લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કરી શુભેચ્છા મુલાકાત

Live TV

X
  • ‘યુવા સંગમ ફેઝ-7’: ચંદીગઢથી આવેલા વિદ્યાર્થીઓએ લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કરી શુભેચ્છા મુલાકાત

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિઝનને સાકાર કરતી કેન્દ્ર સરકારની અગ્રેસર પહેલ‘યુવા સંગમ ફેઝ–7’ અંતર્ગત ચંદીગઢથી આવેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

    આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન, પરસ્પર સંવાદ, રાષ્ટ્રીય એકતા અને ભાવનાત્મક એકાત્મતાને વધુ મજબૂત કરવાનો છે.

    રાજ્યપાલ સાથે પ્રેરણાદાયી સંવાદ

    આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુવા વિદ્યાર્થીઓ સાથે હૂંફભર્યો સંવાદ કર્યો હતો. તેમણે યુવાનોને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વેગ આપવા, વિવિધ રાજ્યોની સમૃદ્ધ સંસ્કૃતિને નજીકથી સમજવા અને દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

    આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુવાઓ સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના મજબૂત કરવા, વિવિધ રાજ્યોની સંસ્કૃતિ સમજવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. તેમણે યુવાનોને જીવનમાં નશામુક્તિ, શિક્ષણ, સ્વચ્છતા, વૃક્ષારોપણ, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમજ રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા અને દેશની એકતા, સંસ્કૃતિ તથા પ્રગતિ માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવા અપીલ કરી હતી.

    સંવાદ દરમિયાન અમૃતસરની વિદ્યાર્થીની જસ્મીન કૌરે પોતાના ગામના ખેડૂતો જંતુનાશક દવાઓનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે વળી શકે તે અંગે રાજ્યપાલ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

    ગુજરાતના વિદ્યાર્થીઓ જશે પંજાબના પ્રવાસે

    આગામી સમયમાં ‘યુવા સંગમ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ૫૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિમંડળ પણ 22 થી 29 ઑક્ટોબર, 2026 દરમિયાન પંજાબના પ્રવાસે જશે. આ પરસ્પર આદાનપ્રદાનથી ગુજરાત અને પંજાબના યુવાનોને એકબીજાની સંસ્કૃતિ, પરંપરા, વારસો અને તકનીકી પ્રગતિને નજીકથી અનુભવવાની ઉત્તમ તક મળશે.

    આ બેઠકમાં રાજ્યપાલના સચિવ મેહુલ દવે, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રભારી કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્ય, કુલસચિવ પ્રો. એચ. બી. પટેલ તેમજ ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના અધિકારીઓ અને યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply