ચૂંટણી અપડેટઃ 28 ફેબ્રુઆરીએ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ
Live TV
-
ગત 28 ફેબ્રુઆરીએ યોજાયેલ મતદાનમાં ગ્રામિણ લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ હતુ. આજે સવારે 8 વાગ્યાથી વિવિધ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરુ થઈ છે.
28 ફેબ્રુઆરીએ 231 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી સહિતની રાજકિય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. આ તમામ ઉમેદવારોના ભવિષ્યનુ આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યુ છે.
રાજ્યમાં સરેરાશ મતદાનના આંકડા જોઈએ તો જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66.67 ટકા મતદાન, તાલુકા પંચાયતોમાં 66.84 ટકા મતદાન અને નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 59.05 ટકા મતદાન નોંધાયુ હતુ.
