Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનાં પરિણામ જાહેર

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાની 2050 બેઠકો પર, જિલ્લા પંચાયતની 782 અને તાલુકા પંચાયતની 3286 બેઠકો પર જીત મેળવતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ કરી જીતની શરૂઆત કરતા આપનાં કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

    રાજ્યમાં  81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા, જેમાં આજે સવારથી જ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો લગભગ તમામ બેઠકો પર બહુમતી સાથે વિજેતા બન્યા હતા, તો કોંગ્રેસને આ ચૂંટણીમાં ખૂબ મોટું નુકસાન થયું છે. સાથે-સાથે  મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં વિરોધ પક્ષ તરીકે સ્થાન લેનાર આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પણ  શાનદાર પ્રદર્શન કરી  કોંગ્રેસને બદલે પોતાની બીજી પાર્ટી તરીકેની છાપને વધુ મજબૂત કરી છે. આ સાથે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં   વર્ષો જૂની પરંપરાગત બેઠકો  પણ ગુમાવી છે. આ ચૂંટણીએ અનેક રાજકીય સમીકરણો પણ બદલી નાંખ્યા છે.

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મહત્તમ બેઠકો હાંસલ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાનો આભાર માન્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગામડાઓમાં પણ ભાજપને સમર્થન મળ્યું તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પાર્ટીને સમર્થન આપવા બદલ જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઈએ, લોકોની અપેક્ષાઓ પર પહેલાંથી પણ વધુ ખરા ઉતરીશું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply