Skip to main content
Settings Settings for Dark

જામનગરની કોવિડ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ થયા કોરોના સંક્રમિત

Live TV

X
  • જામનગર શહેરમાં કોરોનાનો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારીમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત બનતા જાય છે. જામનગરની જી.જી હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને કોવિડ હોસ્પિટલના મુખ્ય ઇન્ચાર્જ ડો. દીપક તિવારી કોરોના પોઝેટીવ બન્યા છે, અને તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

    જામનગર શહેરમાં કોરોનાનો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારીમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત બનતા જાય છે. જામનગરની જી.જી હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને કોવિડ હોસ્પિટલના મુખ્ય ઇન્ચાર્જ ડો. દીપક તિવારી કોરોના પોઝેટીવ બન્યા છે, અને તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

    જામનગરની જી જી હોસ્પિટલમાં કોવિડ-૧૯ બિલ્ડિંગના મુખ્ય ઇન્ચાર્જ અને જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક દિપક તિવારી કે જેઓ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી હોમ આઇસોલેટ કરી દેવાયા છે. જેઓનો પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ થઈ છે.
    હાલ જામનગરની જી.જી હોસ્પિટલ ના કોરોના વોરિયર એવા ૪૫ થી વધુ તબીબો કોરોના સંક્રમિત બની ગયા છે. જે પૈકી મોટાભાગના તબીબો સાજા થઇ ગયા છે, અને ફરજ ઉપર ચડી ગયા છે. તે જ રીતે જી.જી.હોસ્પિટલ ના ૮૧ જેટલા પેરામેડિકલ સ્ટાફ કોરોના ગ્રસ્ત બની ગયા છે. જે પૈકીના ચાર કર્મચારીઓ હાલ જી.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે ૪૦ કર્મચારીઓ હોમ આઈશોલેશનમાં છે. કોરોના વોરિયર એવા બે મહિલા કર્મચારીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. કોરોનાની મહામારીમાં દર્દીઓની સારવાર કરનારા તબીબો તેમજ અન્ય સ્ટાફ પણ સંક્રમિત બની જતા હોવાથી હોસ્પિટલ તંત્રમાં ભારે અફડાતફડીનો માહોલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply