Skip to main content
Settings Settings for Dark

વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્યો-મંત્રીઓના કરાયા કોરોના ટેસ્ટ, 4 પોઝિટીવ

Live TV

X
  • કોરોના સામેની લડાઇ વચ્ચે આજથી સરકાર વિધાનસભા સત્રનો પ્રાંરભ કરશે. જો કે કોરોનાને કારણે આ સત્રમાં પશ્નોતરીને ટુંકાવીને મહત્વના વિધેયક અને વાર્ષિક અહેવાલ પર સમીક્ષા કરવામાં આવશે.

    આજે બપોરે 12 વાગે શરુ થનારા સત્રમાં ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતાઓના પગાર ભથ્થાને લગતા કાયદા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયક અને ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક રજુ કરવામાં આવશે.

    ત્યારબાદ પ્રશ્નોતરી પર જવાબ આપવામાં આવશે. આ વિધાનસભા સત્રમાં ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા પણ બદલવામાં આવી છે. હાલ કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

    સાથે જ વિધાન સભાના મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલ, વ્યારા, લાઠી અને ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય પુના ગામીત, વીરાજી ઠુંમર, નાથા ભાઈ પટેલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

    બીજી તરફ આજથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળની ખરીદી શરુ કરશે. આ માટે રજીસ્ટ્રેશન કરીને ખેડૂત વેચાણ કરી શકશે. રાજ્ય સરકારે ખાતરી આપી છે કે ચાલુ વર્ષે પણ સરકાર ખેડૂતોને મગફળીના યોગ્ય ટેકાના ભાવ આપશે. આ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓની એપીએમસીમાં આયોજન કરાયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply