Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ 'જનજાતિ-ગુજરાત' વેબસાઈટનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 'જનજાતિ-ગુજરાત' વેબસાઈટનું લોકાર્પણ કર્યું હતું. સાથે સવા લાખથી વધારે વન બંધુઓને જમીન માલિકીના હક્ક પત્રોનું વિતરણ કર્યું હતું.

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સરકારે વન બંધુ યોજના થકી રૂપિયા એક લાખ કરોડથી વધુ રકમ વન બંધુઓના વિકાસ માટે ઉપયોગમાં લીધી છે. ભૂતકાળમાં દાયકા સુધી ઉપેક્ષિત રહેલી આદિજાતિઓને વનબંધુ કલ્યાણ યોજનાથી વિકાસની મુખ્યધારામાં લાવ્યા છે.

    અંબાજીથી ઉમરગામ સુધીના તમામ વન બંધુઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે સરકાર પ્રયાસરત છે. વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા નિર્મિત વેબસાઈટ અને ઈ-પત્રિકાના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે વન બંધુ વિસ્તારોમાં મેડિકલ કોલેજ, એકલવ્ય સ્કુલ, વિજ્ઞાન પ્રવાહ માટે વિશેષ વર્ગો સિકલ એનિમિયાથી મુક્તિ અપાવવાના સઘન પ્રયાસો તેમજ પેસા-એક્ટનો અમલ સરકારની વન બંધુઓના સર્વાંગી વિકસ પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply