રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ, 170 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
Live TV
-
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 28 જીલ્લાના 170 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. અમરેલીના બગસરામાં ચાર ઈંચ કરતાં વધારે વરસાદ થયો હતો.
ત્યારબાદ માણાવદરમાં 76 મીલીમીટર, લાઠીમાં 55, સાણંદમાં 45, ભૈસાણ અને હળવદમાં 43, ધોલેરામાં 42 જ્યારે વાંકાનેરમાં 40 મી.મી. વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ થઇ શકે છે. પરંતુ, 23મીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. જેના કારણે પુરની સ્થિતિનું પણ નિર્માણ થવાની શક્યતા છે. રાજ્યમાં સરેરાશ 130 ટકા વરસાદ થયો છે.
