Skip to main content
Settings Settings for Dark

10 વર્ષીય બાળકીએ કેન્સરપીડિતો માટે વાળ કર્યાં ડૉનેટ, સિરીયલની ઑફર પણ ઠુકરાવી

Live TV

X
  • જીવલેણ કેન્સરના કારણે પોતાના વાળ ગુમાવનાર મહિલાઓની સ્થિતિ પીડાદાયક હોય છે ત્યારે સુરતમાં રહેતી 10 વર્ષની બાળકી દેવાના દવેએ કેન્સર પિડીત મહિલાઓ માટે પોતાના વાળ ડોનેટ કરીને અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

    દેવાનાને તેના વાળ ખુબ પ્રિય હતા અને 10 વર્ષની થઇ ત્યાં સુધી કપાવ્યા જ નહોતા, પણ કેન્સર પીડિત મહિલાઓ માટે ચાલી રહેલા બાલ્ડ એન્ડ બ્યુટીફૂલ કેમ્પઈનમાં પણ જોડાઈ ત્યારબાદ તેણે હેર ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. તેના આ નિર્ણયથી તેના માતા નિકિતા દવે પણ ચોંકી ઉઠ્યા હતા. જો કે બાદમાં તેમની દીકરીના આ સાહસિક નિર્ણયને સ્વીકારી લીધો હતો.

    દેવાના દવે બે વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે અને અચાનક જ તેણે નિર્ણય લીધો કે કેન્સર પીડિત માટે તે વાળનું ડોનેશન કરશે. વાળ કપાવવાના નિર્ણય વચ્ચે તેને એક સિરીયલની પણ ઑફર થઈ હતી, પરંતુ આ રૉલ તેણે વાળ કપાવવાના કારણે ગુમાવવો પડ્યો. જો કે તેણે સિરીયલ કરતા કેન્સર પીડિતોની મદદ કરવાનું સ્વીકાર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply