Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ : વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા પોલીસ સ્ટાફને ટ્રાફિક નિયમનની સોંપાઇ કામગીરી 

Live TV

X
  • સોમવારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ શહેરની માફક જૂનાગઢ શહેરમાં પણ દરેક ટ્રાફિક પોઈન્ટ પર મહિલા પોલીસ સ્ટાફને ટ્રાફિક નિયમનની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં વાહન ચેકિંગ, ટ્રાફિકના નિયમનનું પાલન કરાવવા માટે  ૧૫૦  જેટલી મહિલા પોલીસ સ્ટાફ શહેરના અલગ અલગ પોઈન્ટ પર મુકવામાં આવી હતી. જેમાં  મહત્વના તમામ પોઈન્ટ કાળવા ચોક, ગાંધીચોક, મોતીબાગ, આઝાદ ચોક, તળાવ દરવાજા, એસટી બસ સ્ટેન્ડ ચોક સહિતના પોઈન્ટ પર ૧૫૦ જેટલી મહિલા પોલીસે ફરજ બજાવીને શહેરના તમામ ટ્રાફિક નિયમનને હાથમાં લીધું હતું. જૂનાગઢમાં ૩૦ ટકા મહિલા પોલીસકર્મીઓ ફરજ બજાવે છે અને વધુને વધુ મહિલાઓ પોલીસ ભરતીમાં જોડાય તેવી તેમણે અપીલ કરી હતી. ફરજ પર રહેલી મહિલા પોલીસ કર્મીઓએ જણાવ્યું કે, તેમણે એક અનોખો અનુભવ કર્યો હતો અને ટ્રાફિક નિયમન કરીને સાથે વાહન ચેકિંગથી લઈને તમામ જવાબદારી નિભાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply