Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લાના ગિરિમથકમાં આવેલા ગામડાઓમાં ચોમાસાનું વાતાવરણ જોવા મળ્યું

Live TV

X
  • ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

    જોકે કમોસમી વરસાદનાં પગલે જગતની તાત ચિંતામાં મુકાયો હતો.ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં તથા ગિરિમથક સાપુતારા સહિત સરહદીય પંથકોમાં મોડી સાંજે કાળા ડીબાંગ વાદળો સાથે ગાજવીજ થઇ હતી. જે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. 

    ડાંગ જિલ્લાના સાપુતારા સહિતના આસપાસના વિસ્તારોમાં સાંજના સુમારે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકતા પ્રસરી જવા પામી હતી. ત્યારે ગરમીથી લોકોને રાહત મળી હતી.તેમજ ભર ઉનાળે ચોમાસા જેવુ વાતાવરણ ડાંગ જિલ્લામાં જોવા મળ્યુ હતુ. 

    જો કે અચાનક ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાને કારણે જગતના તાત એવા ખેડૂતોના પાકને નુકસાન પહોંચવાની ભીંતી સેવાઈ રહી છે. સાંજે છ વાગ્યા થી 7:00 વાગ્યે દરમિયાન 14mm વરસાદ ગિરિમથક સાપુતારા ખાતે નોંધાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply