સુરેન્દ્રનગરના વર્ધમાન ગ્રુહ ઉધોગ મહિલા મંડળમાં કામગીરી કરીને મહિલાઓ મેળવે છે રોજગારી
Live TV
-
રોજના બસોથી ત્રણસો રૂપિયા મેળવે છે રોજગારી
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વર્ધમાન મહિલા મંડળ દ્વારા ખાખરા અને અડદના પાપડ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી. જેમાં ધીરે ધીરે અન્ય મહિલાઓ સંસ્થા દ્વારા જુદી જુદી પ્રકારના અથાણા, ફરસાણ સહીતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.
ઉત્તમ ક્વોલીટી અને વ્યાજબી ભાવના કારણે મંડળ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની માંગ સતત વધી રહી છે. ત્યારે આ ગૃહ ઉદ્યોગમાં હાલ અથાણાંની સીઝનમાં ગોળ કેરી, ગુંદા કેરી, છુંદો, ચણા મેથી જેવા વિવિધ અથાણાં બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. સીધા જ પ્રત્યક્ષ રીતે 50 થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવે છે.
ગૃહ ઉદ્યોગ દ્વારા અહીંની સ્થાનિક મહિલાઓને કામ આપી સ્વાવલંબી બનાવવી જેથી મહિલાઓ સ્વમાન અને ખુદ્દારીથી જીવે તેવો અમારો ઉદ્દેશ છે. સાથે સંસ્થામાં કામ કરવા આવતી મહિલાઓ પણ અહીંયા કામ કરીને રોજગારી મેળવી રહી છે. ગૃહ ઉદ્યોગ દ્વારા સીઝનમાં મરચું, હળદર, તેમજ અથાણાની સીઝનમાં વિવિધ અથાણાં અને દિવાળી પર ફરસાણ બનાવવામાં આવે છે.
આ ઉદ્યોગ થકી આખું વર્ષ સ્થાનિક મહિલાઓને વિવિધ કામો થકી રોજગારી મેળવી રહ્યા છે. જેમાં અથાણાં બનાવવા અને તેનું પેકિંગ કરવું તેમજ રાયતા મરચા બનાવવા વિવિધ ફરસાણ બનાવવા અને તેનું વેચાણ કરવામાં આવે છે. સ્થાનિક મહિલાઓ આ કાર્ય થકી રોજના 200 થી 300 રૂપિયા મેળવે છે.
