Skip to main content
Settings Settings for Dark

ડાકોર: ‘પ્રાકૃતિક હાટ’નું આયોજન, પ્રાકૃતિક ખેતીની તાજી અને ગુણવત્તાયુક્ત પેદાશો વાજબી ભાવે ઉપલબ્ધ

Live TV

X
  • ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદિત વિવિધ કૃષિ પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું.

    પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ઠાસરા તાલુકાના ડાકોર ખાતે આવેલા સરકારી પાર્કિંગ શોપિંગ સેન્ટરની દુકાન નં. 13 અને 14 ખાતે કાર્યરત ‘પ્રાકૃતિક હાટ’ વેચાણ કેન્દ્ર પર ગતરોજ પ્રાકૃતિક હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાકૃતિક હાટમાં ઠાસરા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદિત વિવિધ કૃષિ પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં તાજી શાકભાજી, અનાજ, કઠોળ, બાજરી, ફળો તેમજ પશુપાલન આધારિત દૂધ, ઘી સહિતની પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત પેદાશો ગ્રાહકોને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

    પ્રાકૃતિક હાટના માધ્યમથી ખેડૂતોને તેમના પ્રાકૃતિક રીતે ઉત્પાદિત પાક અને પેદાશોનું સીધું વેચાણ કરવાની તક મળી રહે છે. જેના પરિણામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે છે, જ્યારે ગ્રાહકોને પણ તાજી, ગુણવત્તાયુક્ત અને રસાયણમુક્ત કૃષિ પેદાશો સરળતાથી ઉપલબ્ધ બને છે. સરકારની આ પહેલથી ‘ખેડૂતથી ગ્રાહક સુધી’ સીધો સંપર્ક સ્થાપિત થઈ રહ્યો છે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળવાની સાથે લોકોમાં પણ આરોગ્યપ્રદ અને પ્રાકૃતિક પેદાશોના ઉપયોગ અંગે જાગૃતિ વધી રહી છે. આ પ્રસંગે ઠાસરા તાલુકા પ્રોજેક્ટ મેનેજર હેરાજ પટેલ, એગ્રિ આસિસ્ટન્ટ દલપત પરમાર સહિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
apply