Skip to main content
Settings Settings for Dark

ઉકાઈ બહુહેતુક યોજના રાજ્યના વીજ પુરવઠા, પીવાના પાણીની જરૂરિયાતો માટે અત્યંત મહત્વપૂર્ણ

Live TV

X
  • ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. આ ભારતની મોટી બહુહેતુક
    યોજનાઓમાંથી એક છે. તાપી નદી પર નિર્મિત આ યોજના બે તબક્કામાં પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કામાં વર્ષ 1949 થી 1954 દરમિયાન 633.50  મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વીયર બનાવવામાં આવ્યો. જ્યારે બીજા તબક્કામાં ઓગસ્ટ-1961માં પ્લાનિંગ કમિશન અને ફેબ્રુઆરી-1962માં રાજ્ય સરકારની મંજૂરી બાદ 1964માં કામ શરૂ કરી સને 1972માં ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ કરાયું હતું. આ જળાશય સૌ પ્રથમવાર વર્ષ 1973માં એટલે કે 53 વર્ષ પહેલા પાણી ભરવામાં આવ્યું હતું.

    જળ સંગ્રહ શક્તિ -સિંચાઈ વિસ્તાર
     
    અંદાજે 600 ચો.કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલ આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ 7,497 મિલિયન ઘન મીટર અને જીવંત સંગ્રહ શક્તિ 6615 મિ.ઘ.મી. છે. બંધથી ઉપરવાસમાં લંબાઇ 112 કિ.મી. છે તેમજ સરેરાશ પહોળાઇ 5.5 કિ.મી. જેટલી છે.જળાશયમાં પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઇ 525 કિ.મી. જેટલી થાય છે. આ યોજના હેઠળ 3,31,557 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. તેનાથી ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીને સમૃદ્ધિ મળી છે. તે સિવાય ઉકાઈ-પૂર્ણા ઉચ્ચતળ નહેર, સોનગઢ ઉચ્છલ નિઝર, કાકરાપાર-ગોરધા-વડ અને તાપી-કરજણ જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કુલ ૨૯૮ ગામોનો સમાવેશ થાય છે. ઉકાઈ પૂર્ણા ઉચ્ચતળ નહેરની લંબાઇ 51,110 મીટર છે. આ નહેરની વહન ક્ષમતા 480 ક્યુસેક છે. 

    હરિત ઊર્જા ઉત્પાદન અને જળ વ્યવસ્થાપનનો અજોડ સંગમ

    ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉકાઈ યોજનાથી ઉકાઇ થર્મલ પાવર પ્લાન્ટના 1110 મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના 305 મેગાવોટ, કાકરાપાર અણુ મથકના 1840 મેગાવોટ જેવા પ્લાન્ટમાં પાવર જનરેશન માટે પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત, કમાન્ડ વિસ્તારમાં આવતી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓ મારફતે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના શહેરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ સાથે જ GIDC, જે.કે. પેપર મિલ જેવા ઔદ્યોગિક એકમો અને સુગર ફેક્ટરીઓને પણ આ યોજનાથી જળ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

    તાપી નદીનું કુદરતી વહન અને જળાશયની વિશેષતાઓ

    મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈમાંથી નીકળતી તાપી નદી 724 કિ.મી. લંબાઈ ધરાવે છે, જેમાંથી 214 કિ.મી. ગુજરાતમાં વહે છે. તાપી નદી ગુજરાતની પશ્ચિમ તરફ વહેતી બીજા નંબરની મોટી નદી છે. ઉકાઈ જળાશય આગળ તેનો સ્ત્રાવ વિસ્તાર 62,225 ચો.કિ.મી. છે. પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઈ 525 કિ.મી. છે. મેન્યુઅલ મુજબ ચોમાસા દરમિયાન નિયમનકારી પાણી ભરવાના લેવલ નક્કી કરાયા છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન તેમજ જળ સંપત્તિ-પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં આ બહુહેતુક યોજના રાજ્યમાં પૂર નિયંત્રણ, સિંચાઈ, પીવાનું પાણી, હરિત ઊર્જા સક્ષમતા અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
apply