દમણ: નગર પાલિકા દ્વારા ૧૫૦ થી વધુ ફેરિયાને પીએમ સ્વનિધી યોજના હેઠળ લોન અપવામાં આવી
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નગર પાલિકા દ્વારા ૧૫૦ થી વધુ ફેરિયાને પીએમ સ્વનિધી યોજના હેઠળ લોન અપવામાં આવી છે. કોરોના કાળની અનલોક પ્રક્રીયા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નગર પાલિકા વિસ્તારમાં રેકડીઓ અને પાથરણા થકી ધંધો કરતા ફેરિયાને પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર યોજના હેઠળ ધિરાણ પુરૂ પાડવાની યોજના અમલી બનાવી હતી. આ યોજના હેઠળ રૂપિયા 10 હજાર જેટલી લોન આપવામાં આવે છે. દમણમાં નગર પાલિકા વિસ્તારમાં ૬૦૦ જેટલા નોંધાયેલા ફેરિયા છે. તે પૈકી 150 ફેરિયાને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. દમણમાં વડાપાવ,કટલેરી,ચાઈનિઝ ફુડ અને ફળ વેચતા ફેરિયાને આ યોજનાનો લાભ મળ્યો છે.
