હવેથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ મળશે માતૃભાષામાં
Live TV
-
જાહેર હિતનાં મુદ્દાઓ પર અપાયેલા ચુકાદાની મળશે ગુજરાતી નકલ - મહાત્મા ગાંધી જ્યંતીથી થઇ શરૂઆત
ગુજરાત હાઈકોર્ટમાં હવેથી કેટલાંક મહત્વના ચુકાદાઓ અને સુનાવણીઓ પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતીમાં ભાષામાં જાણવા મળશે. ગુજરાત હાઈકોર્ટની અધિકારીક વેબસાઈટ પર લોકોને સરળ ભાષામાં સમજૂતિ મળી રહે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જનતાને સ્પર્શતા મહત્વના ચુકાદાઓને વેબસાઈટ પર મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં ચુકાદાઓ મુકવાની શરૂઆત મહાત્મા ગાંધીની જન્મજંયતિથી શરૂ કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટ દ્વારા અંગ્રેજીમાં આપવામાં આવેલા ચુકાદાઓને અંતિમ ગણવામાં આવશે.
