Skip to main content
Settings Settings for Dark

દેશના વિદેશમંત્રી એસ જયશંકરે શી ટીમની મુલાકાત લઈ કામગીરીને બિરદાવી

Live TV

X
  •  વડોદરામાં મહિલા પોલીસની શી ટીમ દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે મહિલાઓને થતી પજવણી, ઘરેલુ હિંસામાં કાઉન્સિલિંગ કરવું, સિનિયર સિટિઝન્સની મદદ કરવી, કોરોનાકાળ દરમિયાન વૃધ્ધો, નિરાધારો તથા અસહાય લોકોને શી ટીમ દ્વારા ખૂબ મદદ કરવામાં આવી છે. 

    શહેર પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘે મહિલાઓને સ્વ સુરક્ષાની તાલીમ મળે તેઓને વિવિધ કાનૂની સુરક્ષા મળે તે માટે શી ટીમની રચના કરી છે ત્યારે કેન્દ્ર સરકારના વિદેશમંત્રી જયશંકર બે દિવસથી વડોદરામાં છે આજે તેમણે શહેર પોલીસ કમિશ્નરની સાથે વડોદરા શી ટીમની મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીને નિહાળી હતી.

    આ સાથે તેઓએ આ શી ટીમની કામગીરીને, મહિલા પોલીસને બિરદાવી હતી તેઓની સાથે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ રંજનબેન ભટ્ટ, ક્લેક્ટર એ.બી.ગોર ,શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિજય શાહ, ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શહેર પોલીસ કમિશ્નર ડૉ.શમશેરસિંઘ સહિત પોલીસ અધિકારીઓ, શી ટીમના મહિલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply