દ્વારકા જગતમંદિરે ભાયાણી પરિવાર દ્વારા 1,500 ગ્રામ ચાંદીનો રાજભોગ માટેનો થાળ અર્પણ કરાયો
Live TV
-
દ્વારકા જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં એક પરિવારે રાજભોગ માટે 1,500 ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કર્યો. મૂળ જામ કલ્યાણપુર અને હાલ રાજકોટ નિવાસી કમલનયન જેરાજભાઇ ભાયાણી પરિવારે જગત મંદિરમાં નૂતન ધ્વજા આરોહણનો લ્હાવો લીધો. બાદ ભગવાનના ચરણોમાં ચાંદીનો થાળ અર્પણ કર્યો. આ પરિવારે પોતાના જીવનમાં પાંચમી વખત ધ્વજા આરોહણ કરી ધામધૂમ પૂર્વકનો ધર્મ પ્રસંગ ઉજવ્યો.
