સુરતમાં બતકની અનોખી પ્રજાતિ 'મોટી સીસોટી' થઇ કેમેરામાં કેદ
Live TV
-
સુરતમાં ઓલપાડનાં દામકા ખાતે બતકની સૌથી અનોખી પ્રજાતિ ફ્લુવ્સ વિશલિન્ગ ડક (મોટી સીસોટી) જોવા મળી. ગુજરાતમાં આ બતક આ પહેલા બરોડામાં એક વાર જોવા મળી અને ત્યારબાદ સુરતનાં ડામકા વેટલેન્ડ ખાતે એક પરિવાર દ્વારા બર્ડ ફોટોગ્રાફી કરતી વખતે કેપચર કરવામાં આવી. આ બતક વધારે મેક્સિકો, દક્ષિણ અમેરિકા, સહારા આફ્રિકાના ઉપ પ્રદેશો, કેરેબિયન મેક્સિકો વિસ્તારો તેમજ ભારતના ઉપમહાદ્વિપમાં જોવા મળે છે.
