નાણામંત્રી નીતિન પટેલએ વિધાનસભામાં રજૂ કર્યું બજેટ
Live TV
-
આ બજેટ 2,27,029 કરોડનું છે
ગુજરાત વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું. અત્યાર સુધીમાં વિધાનસભામાં 76 બજેટ રજૂ થયા છે અને આજે 77મું બજેટ રજૂ થઈ રહ્યું છે અને આ બજેટ 2,27,029 કરોડનું છે. તેમજ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સરકારે તે માટે મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કવિતાની પંક્તિ વાંચીને બજેટની શરૂઆત કરી હતી.
નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સૌથી વધુ 18 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. તેમજ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. સરકારે તે માટે મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે.
બજેટના મુખ્ય મુદ્દાઓ
- નાણામંત્રી નીતિન પટેલે 2 લાખ 27 હજાર 029 કરોડનું બજેટ કર્યું રજૂ
- શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ
- મહિલા બાળ વિકાસ માટે 3511 કરોડની જોગવાઈ
- સામાજીક ન્યાય અધિકારીતા માટે 4353 કરોડની જોગવાઈ
- સહકારી વિભાગમાં પાકધિરાણ માટે 100 કરોડની જોગવાઈ
- નિરાધાર વૃધ્ધ પેન્શન માટે 1032 કરોડની જોગવાઈ
