Skip to main content
Settings Settings for Dark

પંચમહાલના ગોધરા ખાતે સર્વ ધર્મ સમભાવ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Live TV

X
  • પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના રેડક્રોસ ભવન હોલ ખાતે સર્વ ધર્મ સમભાવ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં રક્તની અછતને પહોંચી વળવા માટે ગોધરાની રેડક્રોસ સોસાયટીના મેનેજિંગ કમિટીના સભ્ય કૈલાશ કારીયા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો. જેમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, અને દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા એક જ મંચ પર ધર્મના ભેદભાવ વિના રક્તદાન કરવામાં આવ્યું હતું. 

    ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા હતા. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ 120 ઉપરાંત યુનિટ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply