Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર FSL લેબમાં મૃતકોના પરિવારજનોનું DNA પરીક્ષણ પૂર્ણ

Live TV

X
  • આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં મૃતદેહો DNAનું પરીક્ષણ પૂર્ણ થવાની સંભાવના

    ગાંધીનગર FSL લેબમાં મૃતકોના પરિવારજનોનું DNA પરીક્ષણ પૂર્ણ 

    આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં મૃતદેહો DNAનું પરીક્ષણ પૂર્ણ થવાની સંભાવના

    રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યારસુધીમાં 32ના મૃત્યુ 

    દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો કરી દાખલ

    રાજકોટ ગેમ ઝોનમા અગ્નિકાંડ મામલે ગાંધીનગર સ્થિત FSL લેબમાં મૃતકોના પરિજનોનું DNA પરીક્ષણ પૂર્ણ થયું છે. પરિજનોના DNA બાદ હવે મૃતદેહોના DNA ના પરિક્ષણ કરવાનું કાર્ય ચાલુ છે. ત્યારે જેમ DNA પરીક્ષણ પૂર્ણ થશે તેમ પરીક્ષણના પરિણામો રાજકોટ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,  આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં મૃતદેહો DNAનું પરીક્ષણ પૂર્ણ થવાની સંભાવના છે.

    તો TRP ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 32 થયો છે. આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો દાખલ કરી હતી. આ સુઓમોટોની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આવતી કાલે સુનાવણી હાથ ધરાશે. જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહેશે. ઉપરાંત ચાર મહાનગરોના વકીલો પણ હાજર રહેશે. આ બનાવ અંગે FIR દાખલ કરવામાં આવી છે.. 

    ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply