પાટણ યુનિ. માંથી કોવિડ વિજય રથનું પ્રસ્થાન કરાવાયું
Live TV
-
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતેથી ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું પ્રસ્થાન રજીસ્ટાર ડૉ. ડી એમ પટેલ દ્વારા કરાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોરોના અંગે લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ પાટણ જિલ્લાની જનતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વિજય રથમાં સવાર કલાકારો દ્વારા ભવાઈ, ડાયરો, નાટક, જાદુ જેવી પરંપરાગત કળાઓ દ્વારા ખૂબ જ સહજ અને હળવી શૈલીમાં કોરોના સામે સાવચેતી અંગે જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે.
પાટણ યુનિવર્સિટીથી શરૂ થયેલ આ રથ રૂની, કમલીવાડા, નેદરા થઈ સિધ્ધપુર પહોચશે અને વિવિધ સ્થળોએ ફરી જાગૃતિ સંદેશ ફેલાવશે. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર મર્યાદિત સંખ્યામાં માત્ર ચાર કલાકારો ભવાઈ, ડાયરો, નાટક, જાદુ જેવી પરંપરાગત કળાઓ દ્વારા ખૂબ જ સહજ અને હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે.
વિજય રથની સાથે આજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે માસ્ક વિતરણ અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું. ૦૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલ કુલ ૪૪ દિવસનું કોવિડ વિજય રથનું આ જન જાગૃતિ અભિયાન આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અવિરત આગળ વધશે.
