પોરબંદરમાં રાજયકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે
Live TV
-
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આવતી કાલે 10 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 08:30 કલાકે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહનવ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં નાગરિકો સહભાગી બનવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
