બનાસકાંઠા જિલ્લાની તમામ ૪૦૭ પોસ્ટ ઓફિસમાં સી.એસ.સી. સુવિધાની શરૂઆત કરાઈ
Live TV
-
પોસ્ટ ઓફિસમાં બચત ખાતા, વિભિન્ન બચત યોજનાઓ અને ટપાલ તેમજ ટિકિટ અને પાર્સલ વ્યવસ્થા સાથે નવીન સુવિધાઓ આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ સુવિધાઓ દ્વારા લોકોને એક જ સ્થાનેથી વિભિન્ન સેવાઓનો લાભ મળશે. સમય, ઊર્જા તેમજ પૈસાની પણ બચત થશે.
બનાસકાંઠા જિલ્લાની તમામ ૪૦૭ પોસ્ટ ઓફિસમાં સી.એસ.સી. (કોમન સર્વિસ સેન્ટર) સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વીજળી બીલ, પાણીનું બીલ, મોબાઈલ રીચાર્જ, ફાસ્ટ ટેગ રીચાર્જ, ડીશટીવી (DTH)નું રીચાર્જ, એલ.પી.જી. ગેસ સિલિન્ડર બુકિંગ, કાર્ડનું રજિસ્ટ્રેશન, પ્રધાનમંત્રી કિસાન યોજનામાં e-KYC, આધાર કાર્ડ સંબંધિત સુવિધાઓ, ઈ શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ જેવી અનેક સુવિધાઓ માટે ગ્રામજનોને અલગ અલગ ઓફિસમાં જવાની જરૂર નથી.
આ બધી જ સુવિધાનો લાભ આપની નજીકની પોસ્ટ ઓફિસમાં લઈ શકાય છે.
