Skip to main content
Settings Settings for Dark

ભીષણ ગરમી વચ્ચે અમદાવાદના કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 5 કિલો ચંદનમાંથી બનાવેલા વાઘાનો શણગાર કરવામાં આવ્યો

Live TV

X
  • તારીખ 10 મેને શુક્રવારે અખાત્રીજના રોજ સદ્‌ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર-અમદાવાદ ખાતે વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તે હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને 5 કિલો ચંદનમાંથી બનેલા વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા. આ શણગાર કરવા માટે છેલ્લા 7 દિવસથી તૈયારી કરવામાં આવતી હતી. પથ્થર ઉપર ચંદનના લાકડાને ઘસીને કિશોરો અને યુવાનો દ્વારા લેપ તૈયાર કરવામાં આવે છે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટીથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો - હરિભક્તો તે ચંદનથી કપાળમાં તિલક કરે છે.

    વૈશાખ માસનો પ્રારંભ થાય એટલે સખત આગ ઝરતી ગરમી પડે છે. 42 થી 44 ડિગ્રીથી પણ વધુ ગરમી પડવા લાગે છે. ગરમીથી બચવા માણસો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. આજના સમય પ્રમાણે માણસ ગરમીથી રક્ષણ મેળવવા માટે પંખો,એરકુલર અથવા તો એરકન્ડિશનથી રાહત મેળવે છે. મંદિરોમાં પણ ભગવાનને ઠંડી પ્રાપ્ત થાય તે માટે AC કરવામાં આવે છે. ભગવાનની પાસે પાણીના કુવારા ગોઠવવામાં આવે છે. પરંતુ આ સાધનો ન હતા ત્યારે ભક્તો ભગવાનને હાથે પંખો લઈને નાખતા હતા અને ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ તૈયાર કરીને ભગવાનના શણગાર તૈયાર કરતા હતા. આ શણગારને ચંદનના શણગાર કહેવામાં આવે છે.

    અખાત્રીજના દિવસનો મહિમા અપાર છે. જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે. આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply