Skip to main content
Settings Settings for Dark

12 બોર્ડના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓ રાજયભરમાં ઝળક્યા

Live TV

X
  • ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12 બોર્ડના પરિણામમાં સાયન્સ અને સામાન્ય પ્રવાહ બન્નેમાં એ-1 ગ્રેડમાં રાજયભરમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો છે. ધોરણ 12 સાયન્સનું સુરત કેન્દ્વનું 85.56 ટકા અને રાજયમાં સૌથી વધુ 328 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં આવ્યા છે. તો ધોરણ 12 કોર્મસનું 93.38 ટકા અને રેકોડબ્રેક1703 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે સુરત જિલ્લો રાજયમાં બન્નેમાં અવ્વલ નંબરે આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતુ.

    કોરોનાકાળ બાદ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા બન્ને પરિણામમાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, વાલી, શાળા સંચાલકોને પણ ખુશ કરી દીધા હોઇ તેવુ પરિણામ જાહેર થયુ છે. માર્ચ-2024 માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં સુરત કેન્દ્રમાંથી કુલ 15890 વિદ્યાર્થીઓમાંથી 15866 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 

    આજના પરિણામમાં સુરત કેન્દ્વનું 85.56 ટકા પરિણામ આવ્યુ હતુ. જયારે 328 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ હાંસિલ કર્યો હતો. જે રાજયમાં સૌથી વધુ એ-1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓમાં ફસ્ટ નંબરે છે.ગત 2023 માં સાયન્સમાં ફકત 16 વિદ્યાર્થીઓ જ એ-1 ગ્રેડ લાવ્યા હતા. સાયન્સમાં 93.83 ટકા પરિણામ સાથે વરાછા કેન્દ્ર ફસ્ટ આવ્યુ છે. જયારે સૌથી ઓછુ પરિણામ કીમ કેન્દ્રનું 70.78 ટકા આવ્યુ છે.

    જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 42347 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ જાહેર થતા સુરત કેન્દ્વનું 93.38 ટકા આવ્યુ હતુ. જેમાં 1703 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં ઉર્તીણ થયા હતા. જે એક રેકોડ થયો છે. ગત2023 ની પરીક્ષામાં 603 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં આવ્યા હતા. સુરત કેન્દ્વના પરિણામ જોઇએ તો સરભોળ કેન્દ્વનું સૌથી વધુ 99.08 ટકા આવ્યુ છે. જયારે સૌથી ઓછુ કીમનું 83.80 આવ્યુ છે.

    વરાછાની આશાદીપ ગુ્રપ ઓફ સ્કુલના સાયન્સમાં 100 અને સામાન્ય પ્રવાહમાં 327 મળીને 427 વિદ્યાર્થીઓ એ-1 રેન્ક લાવ્યા છે. યોગી પ્રવૃતિ સ્કુલના સા.પ્રવાહના ચાર અને વિજ્ઞાાન પ્રવાહના 24 મળીને 28, પાલનપુર પાટીયાની સંસ્કાર ભારતી સ્કુલના સાયન્સના 30 અને સામાન્ય પ્રવાહના ત્રણ મળીને 33, મૌની ઇન્ટરનેશનલ સ્કુલના બન્ને પ્રવાહ મળીને 79, તપોવન વિદ્યાલયના સા.પ્રના 70, વશિષ્ઠ વિદ્યાલયના સા,પ્રવાહમાં 13 અને સાયન્સમાં ચાર મળીને 17 વિદ્યાર્થીઓ, સંસ્કાર દીપ સ્કુલના 31, ભુલકા વિહાર સ્કુલના 34, જે.બી કાર્પ વિદ્યાસંકુલમાં 77, અસ્પાયર પબ્લીક સ્કુલના બન્ને પ્રવાહ મળીને 15, નોબલ પબ્લિક સ્કુલના સામાન્ય પ્રવાહના પાંચ વિદ્યાર્થીઓ, કૌશલ વિદ્યાભવનના સાયન્સમાં 15,લતાદેવી ભગવાનદાસ કોન્ટ્રાકટર સ્કુલના સા.પ્રના એ-1માં 23,નાના વરાછાની ભગવતી વિદ્યાલયના સા.પ્રવાહના 11, સરદાર પટેલ સ્કુલમાં બે, એલ.એચ, બોધરા સ્કુલમાં પાંચ, લવાછા સ્કુલના નવ વિદ્યાર્થીઓ, વી.એન.ગોધાણી સ્કુલના 38, પુણાની એલ.પી.ડી સ્કુલના 42 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં ઉર્તીણ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply