Skip to main content
Settings Settings for Dark

મગફળી નિકાસની પરવાનગી આપતા ટેકાના ભાવ કરતાં બજારભાવ વધુ મળ્યા: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

Live TV

X
  • ગાંધીનગરમાં આજે વિધાનસભાની ચોથા દિવસની બેઠક મળી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવો સંદર્ભે ખેડૂતોને મળતી રકમ અંગે જણાવ્યું, કે કોઇ પણ ઉત્પાદનને ટેકાના ભાવે ખરીદીનું કાર્ય કેન્દ્ર સરકાર મારફતે કરે છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતા કેન્દ્ર સરકારે નિકાસની પરવાનગી આપી છે.

    ગાંધીનગરમાં આજે  વિધાનસભાની ચોથા દિવસની બેઠક મળી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે  રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવો સંદર્ભે ખેડૂતોને મળતી રકમ અંગે જણાવ્યું, કે કોઇ  પણ ઉત્પાદનને ટેકાના ભાવે ખરીદીનું કાર્ય કેન્દ્ર સરકાર  મારફતે કરે છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતા કેન્દ્ર સરકારે નિકાસની પરવાનગી આપી છે.  પરિણામે ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને વધુ ભાવો મળ્યા છે . નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું, કે  ખેડૂત હિતમાં નિર્ણય લેતા ઉનાળુ પાક માટે ખેડૂતોને  સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. જેનો લાભ  ચાર હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં થશે. વિધાનસભામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું છે  કે  રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ૭ લાખ મેટ્રિક ટન મગફળી,  રૂા. ૧૧૦૦ ના ભાવે ખરીદી ખેડૂતોને રૂા. ચાર હજાર કરોડ ચૂકવ્યા  છે.   તેમણે જણાવ્યું હતું, કે બનાસકાંઠાનાં પાલનપુર અને પંચમહાલ શહેરોમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં સગેવગે થયેલ અનાજ બાબતની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તેમણે વિધાનસભામાં જણાવ્યું હતું , કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કેબિનેટની બેઠકમાં જવાબદારો સામે સખત પગલા લેવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નિર્ણય પણ લેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા રાજ્યના સહકાર મંત્રી ઇશ્વર  સિંહ પટેલે જણાવ્યું, કે રાજ્યના કોઇ ખેડૂતોને  યોગ્ય સંગ્રહ વ્યવસ્થાના અભાવે પાકનું નુકસાન ન વેઠવુ પડે તે માટે ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર ૨૫ ટકા સબસીડી આપી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply