Skip to main content
Settings Settings for Dark

મહેસાણાના દૂધસાગર ડેરી હોલમાં બેંકો સેમીનાર યોજવામાં આવ્યો

Live TV

X
  • સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 2500 કરતાં પણ વધુ ચેક ફેડરેશન દ્વારા અપાયા

    મહેસાણાના દૂધસાગર ડેરી હોલ ખાતે સહકાર ભારતી અને ઉત્તર ગુજરાત ક્રેડિટ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે ઉત્તર ગુજરાતના બેંકનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.

    આ સેમિનારમાં ઉત્તર ગુજરાતના તમામ સહકારી આગેવાનો બેંક અને ક્રેડિટ સોસાયટીના આગેવાનો હાજર રહીને આવનારા સમયમાં બેંક અને ક્રેડિટ સોસાયટીને કઈ રીતે આગળ લઈ જવા તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

    ક્રેડિટ સોસાયટીમાં મૃતક ખાતેદારના પરિજનોને ખાસ કરીને 30 જેટલી વિધવા મહિલાઓ દીઠ દરેકને 1 લાખ રૂપિયાના ચેકનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સહકાર ભારતીના અગ્રણી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 2500 કરતાં પણ વધુ ચેક ફેડરેશન દ્વારા અપાયા છે.

    આજના આ કાર્યક્રમના ફેડરેશનના હોદેદારો જી.કે.પટેલ, ચેરમેન, ઘી મહેસાના અર્બન બેંક લી. ,જશુભાઈ પટેલ, એમ.ડી. કો.ઓપ.ક્રેડીટ ફેડરેશન ,શિવરામભાઈ પટેલ, વા.ચેર.કો.ઓ.બેન્કસ્ ફેડરેશન , કાંતિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી સમિતી ચેરમેન હરિભાઈ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સભાસદ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply