મુન્દ્રા પોર્ટ પર સૌથી મોટું કન્ટેનર જહાજ MSC Anna ડોક કરવામાં આવ્યું
Live TV
-
ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. MSC Anna નામનું જહાજ, 26 મેના રોજ મુદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું. જે બંદર અને દેશના દરિયાઈ ઉદ્યોગ માટે આ સીમાચિહ્નરૂપ છે.
MSC Annaની લંબાઈ અંદાજે 399.98 મીટર (લગભગ ચાર ફૂટબોલના મેદાન જેટલી) છે. તે 19200 કન્ટેનરની ક્ષમતા ઘરાવે છે. એક ભારતીય બંદર પર લાંગરવામાં આવેલું આ જહાજ અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ છે. તેની ડ્રાક્ટ 16.3 મીટર છે.
જુલાઈ 2023 માં, અદાણી પોર્ટ્સ, મુન્દ્રાએ MV MSC હેમ્બર્ગને બર્થ કરીને રેકોર્ડ બનાવ્યો, વિશ્વના સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંના એક, 399 મીટરની એકંદર લંબાઈ અને 16,652 TEUs ની ક્ષમતા સાથે. ઑક્ટોબરમાં, તે એક મહિનામાં 16 MMT કાર્ગોનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ બન્યું. વધુમાં, તેનું કન્ટેનર ટર્મિનલ CT-3 એક વર્ષમાં 3 મિલિયન TEUsનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ બનીને નોંધપાત્ર સીમાચિહ્ન સુધી પહોંચ્યું છે. ટર્મિનલે નવેમ્બરમાં 3,00,000 થી વધુ TEU નો માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો હતો, જે ભારતમાં કોઈપણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ છે. 35,000 એકરમાં ફેલાયેલું, તે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે, જે ડીપ ડ્રાફ્ટ અને તમામ હવામાન ક્ષમતાઓથી સજ્જ છે.
