Skip to main content
Settings Settings for Dark

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 3.3 કિમી લાંબી વિશેષ ટનલ બનશે

Live TV

X
  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે આશરે 3.3 કિમીની એક ખાસ ટનલ તૈયાર થઈ રહી છે. મહારાષ્ટ્રમાં BKC અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલના નિર્માણમાં મદદ મળશે

    394 મીટર ખોદકામ પૂર્ણ

    ADIT માટે ખોદકામનું કામ 6 ડિસેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 394 મીટરની સંપૂર્ણ લંબાઈ છ મહિનાના ટૂંકા ગાળામાં ખોદકામ કરવામાં આવેલ છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ 27,515 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને કુલ 214 નિયંત્રિત વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. સલામત ખોદકામ સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

    આંતરિક પરિમાણની ADIT

    26 મીટર ઊંડી ઢાળ ધરાવતી ADIT નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ (NATM) મારફતે અંદાજે 3.3 કિલોમીટર લંબાઈ ધરાવતા બોગદાના નિર્માણની સુવિધા આપશે. જેથી દરેક બાજુએથી અંદાજે 1.6 મીટર બોગદું બનાવવા માટે એક સાથે પ્રવેશ મળશે. આ અંતર્ગત 21 કિમીનું બોગદું બનાવવાની કામગીરીમાંથી 16 કિમી ટનલ બોરિંગ મશીન દ્વારા થાય છે. બાકીના 5 કિમી બોગદાનું ખોદકામ NATM દ્વારા થાય છે. 11 મીટર X 6.4 મીટર બાંધકામ અને કામગીરી દરમિયાન મુખ્ય બોગદામાં સીધા વાહનોને પ્રવેશ અપાશે અને કટોકટીની પરિસ્થિતિમાં સ્થળાંતર પ્રક્રિયાના હેતુ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે

    આ પ્રકારની પ્રથમ ટનલ 

    મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી શિલફાટા સુધી અંદાજે 21 કિલોમીટર લાંબા બોગદા સાથે સંબંધિત નિર્માણ પ્રવૃત્તિઓ ઝડપથી આગળ વધી રહી છે. આ બોગદાનો અંદાજે 7 કિલોમીટર વિસ્તાર થાણે ક્રીક (આંતરરાજ્ય ક્ષેત્ર) ખાતે દરિયાની નીચે હશે. દેશમાં બનનારા આ પ્રકારનું આ પ્રથમ બોગદું છે. BKC, વિક્રોલી અને સાવલીમાં નિર્માણાધીન ત્રણ શાફ્ટ TBM મારફતે 16 કિલોમીટર લાંબી ટનલના નિર્માણની સુવિધા આપશે.

    ખાસ બોરિંગ મશીન

    આ 21 કિલોમીટર લાંબુ બોગદું એક જ ટ્યુબ બોગદું હશે. જેમાં ઉપર અને નીચે ટ્રેક માટે બે ટ્રેક સમાવવામાં આવશે. આ બોગદાંના નિર્માણ માટે 13.6 મીટર વ્યાસના કટર હેડ્સવાળા ટનલ બોરિંગ મશીનનો (TBM) ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે MRTS- મેટ્રો પધ્ધતિમાં ઉપયોગમાં લેવાતા શહેરી બોગદા માટે 6-8 મીટર વ્યાસના કટર હેડ્સનો ઉપયોગ થાય છે. કારણ કે આ બોગદાંમાં માત્ર એક જ ટ્રેકનો સમાવેશ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply