રોજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર એક્શન મોડમાં, 6 અધિકારીઓ સસપેન્ડ
Live TV
-
રાજકોટ TRP ગેમ ઝોનમાં 28 લોકોના મૃત્યુ બાદ રાજ્ય સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે 7અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે જવાબદાર 7 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત રાજકોટ પોલીસ વિભાગના બે પીઆઇને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ના સ્ટેશન ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
રાજ્ય સરકારે RMCના બે અધિકારી આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, ટાઉન પ્લાનર ગૌતમ જોશી, પોલીસ ઈન્સ્પેક્ટર એન.આઈ.રાઠોડ અને વી.આર.પટેલ, માર્ગ અને બાંધકામ વિભાગના બે અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કોઠીયા, ડેપ્યુટી એન્જિનિયર એમ.આર.સુમાને સસ્પેન્ડ કરાયા છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
