અમરેલી જિલ્લાના સાવરકુંડલાખાતે હોમગાર્ડઝના યુનિટે રાજકોટની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
Live TV
-
રાજકોટ ગેમ ઝોનમાં થયેલી ગોઝારી દુર્ઘટનામાં હોમાયેલા અબોલ જીવો પ્રત્યેની સંવેદનાને કેન્ડલ માર્ચ યોજીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા હોમગાર્ડઝ યુનિટ દ્વારા સદગત આત્માની શ્રદ્ધાંજલી પાઠવવામાં આવેલ હતી.
સાવરકુંડલા હોમગાર્ડઝ યુનિટ મહુવા રોડ ખાતેથી હાથમાં બેનર લઈને મૃત આત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલી પાઠવવા માટે આખું સાવરકુંડલાનું હોમગાર્ડઝ યુનિટના જવાનો, મહિલા હોમગાર્ડઝ હાથમાં કેન્ડલ લઈને કૂચ કરી હતી. નાવલી પોલીસ ચોકીના રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે મૃતકોની સદગત આત્માની શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.
પરિજનો પર આવી પડેલી દુઃખદ ઘડીઓ પ્રત્યે સંવેદનાઓ હોમગાર્ડ યુનિટના કમાંડર પ્રવીણ સાવજ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
