Skip to main content
Settings Settings for Dark

રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટી કાર્યવાહી, રાજકોટ CP અને મનપા કમિશનરની બદલી

Live TV

X
  • રાજકોટમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મ્યુનિસીપલ કમિશ્નર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે.  રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશ ઝાની પસંદગી કરવામાં આવી છે. સાથે જ અન્ય 7 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

    જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમાં સૌથી પહેલા શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે. રાજુ ભાર્ગવની જગ્યાએ હવે બ્રિજેશકુમાર ઝા રાજકોટ પોલીસ કમિશ્નરની જવાબદારી સંભાળશે. હાલ બ્રિજેશકુમાર ઝા અમદાવાદ શહેર સેક્ટર-2ના સ્પેશિયલ પોલીસ કમિશનર છે. 

    રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશ્નર IPS વિધિ ચૌધરીની પણ બદલીના આદેશ અપાયા છે. IPS વિધિ ચૌધરીની જગ્યાએ મહેન્દ્ર બગરિયા નાયબ પોલીસ મહાનિરીક્ષક, કચ્છ-ભુજ (પશ્ચિમ) જવાબદારી સંભાળશે. આ સિવાય રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-2 સુધીર ચૌધરીની પણ બદલી કરાઈ છે. તેમના સ્થાને વડોદરા સેન્ટ્રલ જેલના અધિક્ષક IPS જગદીશ બંગરવા અધિક્ષકનુ પોસ્ટિંગ કરાયું છે. 

    મહત્વનું છે કે IPS રાજુ ભાર્ગવ, IPS વિધી ચૌધરી અને IPS સુધીર ચૌધરીની બદલી કરાઈ છે. પરંતું હજુ તેમને ક્યાંય પોસ્ટિંગ નથી અપાયું

    રાજ્ય સરકારે 3 IAS અધિકારીઓની પણ બદલી કરી છે. જેમાં સૌથી પહેલુ નામ આવે છે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ બાબુલાલ પટેલનું. તેમની બદલી કરી તેમનું સામાન્ય વહીવટ વિભાગમાં પોસ્ટિંગ કરાયું છે. આનંદ પટેલના સ્થાને હવે ડી.પી.દેસાઈ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરનું પદ સંભાળશે. ડી.પી. દેસાઈ હાલ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો હવાલો પણ ધરાવે છે. સ્વચ્છ ભારત મિશન શહેરી વિભાગના ડિરેક્ટર IAS ભવ્ય વર્માની બદલી કરવામાં આવી છે. તે હવે ડી.પી.દેસાઈની પોસ્ટનો હવાલો સંભાળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply