Skip to main content
Settings Settings for Dark

રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત

Live TV

X
  • રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાંબનાસકાંઠા એલસીબીની અને રાજકોટ પોલીસની ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે . LCBએ આબુ રોડ પરથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે. ટીઆરપી ગેમઝોનમાં આગ લાગ્યા બાદ આરોપી ફરાર થયો હતો.  ગેમઝોનના માલિકે ધવલ ઠક્કરના નામે લાયસન્સ લીધુ હતું. લોકલ ક્રાઈમ બ્રાંચની તપાસમાં આરોપી ધવલ ઠક્કરે આ અંગે કબૂલાત કરી હતી.

    રાજકોટમાં શનિવાર (25મી મે)એ નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમા 32 જેટલાં લોકોના મોત થયા છે. અગાઉ ત્રણ આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ચોથા આરોપીની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે. 

    રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરનો સમાવેશ થાય છે 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply