સતત પાંચ દિવસ હિટવેવની અસર બાદ રાજ્યના નાગરિકોને ગરમીમાં મળશે આંશિક રાહત
Live TV
-
રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી નાગરિકોને આંશિક રાહત મળી છે. સતત હિટવેવની અસર બાદ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેતા સુરત, ડાંગ, નવસારીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં ગરમીની અસરમાં નહીવત ઘટાડો નોંધાયો છે.
હિંમતનગર 46.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 45.2 ડિગ્રી, ભાવનગરમાં 44.4 ડિગ્રી, ડીસામાં 44.3 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 44 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.
