રાજ્યના 4 જિલ્લાઓમાં 'હર ઘર જલ' યોજનાનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 151મી ગાંધી જયંતિએ , પૂજ્ય બાપુના ગ્રામોત્થાનના સંકલ્પને સાકાર કરતા રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં 100 ટકા હર ઘર જલ -નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો.
આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના 3,09,826 ઘરોને, મહેસાણાના 5,10,503 ઘરોને, આણંદના 4,01,409 ઘરોને તથા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના 67,572 ગ્રામીણ ઘરોને ઘર આંગણે જ શુદ્ધ પીવાલાયક પાણી નળ દ્વારા મળતું થવાનું છે.
મુખ્યમંત્રીએ આ ગૌરવ મય અવસરનો પ્રારંભ કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતિમાં દિલ્હીથી કરાવ્યો હતો. આ ચારેય જિલ્લા મથકોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નેમ વ્યક્ત કરી કે ગુજરાતે જેમ 100 ટકા શૌચાલય યુક્ત રાજ્યનું ગૌરવ મેળવ્યું છે, તેમ હવે ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચાડી 100 ટકા હર ઘર જલ આપનારુ રાજ્ય પણ ગુજરાતને બનાવવું છે. તેમણે કહ્યું કે આ સિદ્ધિ સાકાર કરીને હેન્ડ પંપ-ડંકી મુક્ત ગુજરાત બનાવવાની પણ આપણી નેમ છે.
