અમદાવાદઃ ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ
Live TV
-
આજે ગાંધી જયંતી છે. આજના દિવસને સ્વચ્છતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. અમદાવાદમાં ટાગોર હોલ ખાતે આજે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે આંગણવાડી બહેનોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાભાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝ પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મંત્રીશ્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. મોટા ભાગના રોગ ગંદકીથી થતાં હોય છે, જ્યારે જીવનમાં સ્વચ્છતાને મહત્વ આપવું ખૂબ જરૂરી છે. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના ધારાસભ્યો, કલેક્ટર સંદીપ સાંગલા અને ડીડીઓ અરૂણ મહેશ બાબુ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
