Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 15 યુનિવર્સિટીઓમાં UG કોર્સના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવાઈ

Live TV

X
  • રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં B.A, B.Com, B.Sc, B.B.A, B.C.A સહિતના સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટે 2 જૂનથી સુધી થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન. GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફતે 2 જૂને રાત્રે 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે. મહત્વનું છે કે સરકારે પહેલી એપ્રિલથી શરૂ કરી હતી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા.

    અત્યારસુધી 4,39,865 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 2,63,115 વિદ્યાર્થીઓએ જ જે-તે કોર્સમાં પ્રવેશ માટે ફી ભરી હતી. આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી.

    આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રીએ સૂચના આપી હતી. જેથી હવે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન સુધી લંબાવવામાં આવી છે. આ સાથે સરકારે જાહેર થયેલ કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોવાથી હવે કોઈ પણ સંજોગોમાં તારીખ ન લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply