4 જૂને લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ, રાજ્યના ચૂંટણી વિભાગે કરી તૈયારીઓની સમીક્ષા
Live TV
-
આગામી 4 જૂનના રોજ દેશ સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી યોજાવાની છે. ત્યારે રાજ્યના ચૂંટણી વિભાગે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રોમાં કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થશે, તો ગુજરાત કોલેજ ખાતેથી અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી કરવામાં આવશે.
આ બંને મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને પી. ભારતીએ ચૂંટણી વ્યવસ્થા તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
