Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પહેલ, રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પ

Live TV

X
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડે યોગના પ્રચાર અને પ્રસાર માટે મહત્વની પહેલ હાથ ધરી છે. 20થી 29 મે દરમિયાન રાજ્ય યોગ બોર્ડે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કર્યું હતું. અમદાવાદના 36 કેન્દ્રો પર યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 20 હજારથી વધુ બાળકોએ યોગની તાલીમ લીધી હતી. રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીના માર્ગદર્શનમાં આ સમર યોગ કેમ્પનું આયોજન કરાયું હતું. 

    વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ અંગે ઉત્સુકતા દર્શાવી હતી. અમદાવાદના વિવિધ સેન્ટર્સ ખાતે વાલીઓ પણ હોંશેહોંશે તેમનાં સંતાનોને લાવ્યા હતા. બાળકોમાં સંસ્કારની અભિવૃદ્ધિ અને આહારમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સમર કેમ્પ અને સંસ્કાર શિબિરમાં તજજ્ઞો દ્વારા યોગ તાલીમ આપવામાં આવી હતી. જેમાં યોગ પ્રત્યે બાળકોની અભિરુચિ વધારવા તથા તેમને પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટફૂડથી દૂર રાખી હોમમેઈડ- હેલ્ધી ફૂડ આપવાની વાલીઓને શીખ આપવામાં આવી. આ ઉપરાંત બાળકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ અપાઈ. બાળકોમાં મોબાઇલની લતના વધતા પ્રમાણ વચ્ચે તેમને મોબાઈલથી દૂર કરી કસરત, યોગાસનો અને મેદાની રમતો તરફ કેવી રીતે વાળવા તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply