Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર ભારે પવન સાથે ધૂળની હળવી આંધીની આગાહી

Live TV

X
  • દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર ભારે પવન સાથે ધૂળની હળવી આંધીની આગાહી હવામાન વિભાગે કરી છે. નવસારી શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દીવસથી ભારે પવન વહી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અન્વયે આગામી 2 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારે પવન સાથે ધુળની આંધીની આગાહી કરેલ છે. 

    જે ધ્યાને લઈ સાવચેતી તથા તકેદારીના તમામ જરૂરી પગલાં લેવા અંગે નવસારી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. નવસારી જિલ્લામાં આવેલ દાંડી દરિયાકિનારો તથા ઉભરાટ બીચ તેમજ જિલ્લાનાં દરિયાકિનારે આવેલા તમામ પર્યટન સ્થળો પર બે જૂન સુધી સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ રાખવા માટે  હુકમ કરવામાં આવેલ છે. તેમજ માછીમારોને દરીયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણી અને જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply