રાજ્યમાં આજે કોવિડ-19ના 710 કેસ નોંધાયા, 451 દર્દીઓ સાજા થયા
Live TV
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,67,701 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 3788 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 49 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 3798 સ્ટેબલ છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં 710 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયેલ નથી. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 4418એ પહોંચ્યો છે. જ્યારે 451 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર 97.03 ટકાએ પહોંચ્યો છે.
ક્યા શહેરમાં કેટલા કોરોનાના કેસ?
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 149, સુરત કોર્પોરેશન 171, વડોદરા કોર્પોરેશન 84, રાજકોટ કોર્પોરેશન 61, ભાવનગર કોર્પોરેશન 10, ગાંધીનગર કોર્પોરેશન 08, જુનાગઢ કોર્પોરેશન 04, જામનગર કોર્પોરેશન 08, વડોદરા 11, ખેડા 14, રાજકોટ 16, આણંદ 18, કચ્છ 13, ગાંધીનગર 08, સુરત 30, રાજકોટ 16, અમરેલી 03, ખેડા 14, ભરૂચ 12, સાબરકાંઠા 14, મોરબી 06, જુનાગઢ 04, ગીર સોમનાથ 04, મહીસાગર 03 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,67,701 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 3788 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 49 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 3798 સ્ટેબલ છે.
