સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું
Live TV
-
ગયા વર્ષે બજેટનું કદ 6100 કરોડ રૂપિયાનું હતું બજેટ
સુરત મહાનગરપાલિકા માટે આવતીકાલે નવા માળખાના સભ્યોની જાહેરાત થશે. ત્યારે આ જાહેરાતના એક અગાઉ મહાનગરપાલિકાનું બજેટ જાહેર કરાયું છે. સ્ટેન્ડિંગ કમિટી મંજૂરીની અપેક્ષાએ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ વખતે બજેટનું કદ 6534 કરોડ રૂપિયાનું રહ્યું છે. જોકે, ગયા વર્ષે બજેટનું કદ 6100 કરોડ રૂપિયાનું હતું. સુરત મહાનગરપાલિકાના કમિશનરે આ બજેટને લોકોનું બજેટ ગણાવ્યું હતું.
2020-21 બજેટમાં 2775 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હતો
વર્ષ 2020-21ના બજેટમાં વિકાસકામો પાછળ 2775 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં માત્ર 1500 કરોડ રૂપિયાના જ કામો થયા છે. આ બજેટમાં રેવન્યુ આવકથી 3366 કરોડ રૂપિયાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે આરોગ્ય પાછળ 393 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. તેમ જ સ્મીમેર હોસ્પિટલમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાશે અને 32 અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાશે.
જોકે, કોરોના કાળ બાદ મહાનગરપાલિકામાં એક ટ્રસ્ટ બનાવાયું છે, જેમાંથી લોકોને ઈમરજન્સી સમયે ફંડ પૂરું પડાશે. શહેરમાં 50 હજારની વસ્તીએ 1 હેલ્થ સેન્ટર ઉભું કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ વેક્સિનેશનની કામગીરી ઝડપથી થાય તે માટે અલગથી ખર્ચ કરવાનું આયોજન છે.
