Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ CM, ડે. સીએમ સહિતના નેતાઓ સર્વેશ્વર મહાદેવની આરતીમાં ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • વડોદરામાં શિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

    રાજ્યભરમાં ભક્તિભાવ પૂર્વક મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં શિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

    શહેરની મધ્યમમાં આવેલા સુરસાગર જળાશય વચ્ચે બિરાજમાન સર્વેશ્વર મહાદેવના ચરણોમાં વંદન કરવાની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિવ પ્રતિમાને સોનેથી મઢવા માટેના સુવર્ણ આવરણનું વિધિવિધાન સાથે પૂજન કર્યુ હતું. સાથે જ મહા આરતી દ્વારા ભગવાન મહાદેવની દીપ વંદના પણ કરી હતી. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોની વંદના સાથે તેમના ક્ષેમકુશળ પૂછ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબોધન પણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply