રાજ્યમાં નવા 1407 કેસ નોધાયા, તો 17 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1407 કેસ નોંધાયા છે. બીજી તરફ 1204 નવા દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 84.14 ટકા થયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં કુલ 60,687 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 1,23,337 પર પહોંચી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,240 છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર છે અને 16,148 સ્ટેબલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે કુલ મૃત્યુઆંક 3322 પર પહોંચ્યો છે. આજે સુરત જિલ્લામાં નવા 283, અમદાવાદ જિલ્લામાં 183 કેસ તો રાજકોટ જિલ્લામાં નવા 164 કેસ નોંધાયા છે.
