રાજ્યમાં નવા 1430 કેસ નોંધાયા, તો 17 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1430 કેસ નોંધાયા છે, તો રાજ્યમાં 1316 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 84.23 ટકા થયો છે.
અત્યાર સુધીમાં કુલ 1,05,091 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં કુલ 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ આંકડો 1,24,767 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,337 છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર અને 16,248 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 17 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે કુલ મોતનો આંકડો 3339 પર પહોંચ્યો છે.
આજે સુરત જિલ્લામાં 290 નવા કેસ તો અમદાવાદમાં 177 નવા કોરોનાના કેસ નોંધાયા છે.
