વરસાદથી ખરીફપાકને થયેલ નુકસાન માટે CM રૂપાણીએ ૩૭૦૦ કરોડના પેકેજની કરી જાહેરાત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-૪૪ અન્વયે રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થતા પાક નુકશાન સામે રૂપિયા ૩૭૦૦ કરોડના ઉદાર પેકેજની જાહેરાત કરી હતી.
જેનો લાભ ૨૭ લાખ જેટલા ધરતી પુત્રોને મળશે. જે મુજબ ૩૩ ટકા કે તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ ૨ હેકટર માટે હેકટરદીઠ રૂપિયા ૧૦ હજાર સહાય મળશે. ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ રૂ. ૫ હજારની સહાય ચૂકવવામાં આવશે.
આ સહાય માટે તારીખ ૧ ઓક્ટોબરથી ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકાશે. આ અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે. નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ જાહેર કરાયુ છે.
