રાજ્યમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
Live TV
-
રાજ્યમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
હવામાન વિભાગ દ્વારા દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં ભીષણ ગરમીની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં દેહ દજાડતી ગરમીનો અનુભવ થશે. દેશનાના પૂર્વીય અને મધ્ય વિસ્તારોમાં પણ આજથી ગરમીનો કહેર વર્તાશે. ઉત્તરપશ્ચિમના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસો માટે ભીષણ ગરમીની સંભાવનાઓ વ્યક્ત કરી છે. સાથે ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં બુધવાર સુધી ગરમીની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ દક્ષિણ દ્વિપોમાં ભારે વરસાદ રહેશે. આગામી 48 કલાક સુધી દક્ષિણ પશ્ચિમ, મોન્સુનના દક્ષિણ અંદમાન સાગર, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને નિકોબાર દ્વીપ સમૂહોમાં વરસાદની સંભાવનાઓ છે.
હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, હજુ પણ સાત દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ અલર્ટની આગાહી છે અને તાપમાન 43-44 ડિગ્રી રહેશે. તો સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પારો ઊંચો જઈ શકે છે. ગઈકાલે અમદાવાદનું તાપમાન વધી સિઝનમાં પહેલીવાર 44.3 ડિગ્રી પર પહોંચી જતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતો હતો. ગઈકાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ભુજ અને રાજકોટ,ડીસા અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. રાજ્યના પાંચ શહેરો કે જ્યાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજકોટનીમાં ઇતિહાસમાં પહેલી વખત 44 ડિગ્રી તાપમાન રહ્યું હતુ. તંજ્ઞ દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
